How To Learn Tally In Gujarati? - Groups(ગ્રુપ)
અગાઉ આપણે નિયમો પરથી આમનોધ બનાવતા શીખ્યા હતા. હવે ટેલિમાં અકાઉંટિંગ કરવા માટે ગ્રૂપ ની જરૂરિયાત હોય છે. તો આજે આપણે ગ્રૂપ ને સમજીશુ. GROUPS (1) CAPITAL ACCOUNT( મૂડી ખાતું ) ધંધાનો માલિક કે ભાગીદાર બહારથી રૂપિયા લાવી ધંધો શરૂ કરે ત્યારે ધંધાના માલિક કે ભાગીદારના ખાતામાં આ ગ્રૂપ આપવામાં આવે છે. દા.ત.: માલિક , ભાગીદાર , મૂડી , ઉપાડ. (2) LOAN & ADVANCES( અગાઉથી ) જ્યારે કોઈ વ્યક્તિ કે પેઢીને વ્યાજે , ઉછીના કે લોનથી રૂપિયા આપ્યા હોય ત્યારે તે વ્યક્તિ કે પેઢીના ખાતામાં આ ગ્રૂપ લેવામાં આવે છે. (3) LOAN LIABILITY ( જવાબદારી ) જ્યારે કોઈ વ્યક્તિ કે પેઢી પાસેથી વ્યાજે , ઉછીના કે લોનથી રૂપિયા લીધા હોય ત્યારે તે વ્યક્તિ કે પેઢીના ખાતામાં આ ગ્રૂપ લેવામાં આવે છે. (4) DIRECT EXPENSES ( સીધા ખર્ચ ) માલની ખરીદી કે ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ ખર્ચાઓ આ ગ્રૂપમાં આપવામાં આવે છે. દા.ત.: આવકમાલ ગાડા ભાડુ , મજૂ...