How to learn tally in gujarati?
ડિજિટલ ભણવાના આ સમયમાં ટેલિ ગુજરાતીમાં શીખવું ઘણું અઘરું બની ગયું છે તો તેને આપણે સીધું અને સરળ રીતે અહિયાં શીખવાનો પ્રયત્ન કરીશું.
પહેલો પ્રશ્ન ટેલિ છે શું?
તો ટેલિ એક એવું સૉફ્ટવેર છે કે જે નાના મોટા ધંધા અને પેઢીઓ નો હિસાબ કોમ્પુટર ની ભાષામાં રાખે છે.
વર્ષો પહેલા અને હાલ ના સમયમાં પણ કોઈ ધંધા નો હિસાબ ચોપડા પધ્ધતિથી રાખવામા આવે છે અને મહિના ના અંતે તેને કોઈ અકાઉંટેંટ પાસે બધુ મોકલી દેવા માં આવે છે અને તે અકાઉંટેંટ તે હિસાબોને કોમ્પુટર માં ડિજિટલ નામું લખે છે જેને ટેલિ કહે છે.
નામું લખવાની મુખ્ય ત્રણ રીત છે.
1. દેશી નામા પધ્ધતિ :- જૂની રીતે જે હિસાબ રાખતા હોય તેને દેશી નામા પધ્ધતિ કહે છે.
2. એક નામા પધ્ધતિ :- ફક્ત ઉધાર કે જમા નો હિસાબ રાખવાની પધ્ધતિને એક નામા પધ્ધતિ કહે છે.
3. દ્વિ-નામા પધ્ધતિ :- બંને બાજુ ઉધાર કે જમા નો હિસાબ રાખવાની પધ્ધતિને દ્વિ-નામા પધ્ધતિ કહે છે.
હવે ટેલિ શીખવું છે તો એક ધંધા નો નિયમ પણ યાદ રાખવો પડશે.
રોકડ ખાતાનો નિયમ
રોકડ આવે તો ઉધાર(Debit) Dr.
રોકડ જાય તો જમા(Credit) Cr.
હવે આ નિયમ ના આધારે બીજા ત્રણ નિયમો આવશે.
(1)
વ્યક્તિ
ખાતાનો નિયમ
રૂ
લેનાર વ્યક્તિ ખાતે ઉધાર
રૂ
આપનાર વ્યક્તિ ખાતે જમા
(2)
માલ
મિલકત ખાતાનો નિયમ
ધંધામાં
માલ કે મિલકત આવે તો ઉધાર
ધંધા
માંથી માલ કે મિલકત જાય તો જમા
(3)
ઉપજ –
ખર્ચ ખાતાનો નિયમ
ખર્ચ
કે નુકશાન ખાતે ઉધાર
આવક કે
નફા ખાતે જમા
Comments
Post a Comment