How To Learn Tally In Gujarati? - Groups(ગ્રુપ)

 અગાઉ આપણે નિયમો પરથી આમનોધ બનાવતા શીખ્યા હતા. હવે ટેલિમાં અકાઉંટિંગ કરવા માટે ગ્રૂપ ની જરૂરિયાત હોય છે. તો આજે આપણે ગ્રૂપ ને સમજીશુ.  

GROUPS

(1)       CAPITAL ACCOUNT( મૂડી ખાતું )

ધંધાનો માલિક કે ભાગીદાર બહારથી રૂપિયા લાવી ધંધો શરૂ કરે ત્યારે ધંધાના માલિક કે ભાગીદારના ખાતામાં આ ગ્રૂપ આપવામાં આવે છે.

દા.ત.: માલિક, ભાગીદાર, મૂડી, ઉપાડ.

(2)       LOAN & ADVANCES( અગાઉથી )

જ્યારે કોઈ વ્યક્તિ કે પેઢીને વ્યાજે, ઉછીના કે લોનથી રૂપિયા આપ્યા હોય ત્યારે તે વ્યક્તિ કે પેઢીના ખાતામાં આ ગ્રૂપ લેવામાં આવે છે.

(3)       LOAN LIABILITY ( જવાબદારી )

જ્યારે કોઈ વ્યક્તિ કે પેઢી પાસેથી વ્યાજે, ઉછીના કે લોનથી રૂપિયા લીધા હોય ત્યારે તે વ્યક્તિ કે પેઢીના ખાતામાં આ ગ્રૂપ લેવામાં આવે છે.

(4)       DIRECT EXPENSES ( સીધા ખર્ચ )

માલની ખરીદી કે ઉત્પાદન સાથે સંકળાયેલા તમામ ખર્ચાઓ આ ગ્રૂપમાં આપવામાં આવે છે.

દા.ત.: આવકમાલ ગાડા ભાડુ, મજૂરી, જકાત, દલાલી.

(5)       INDIRECT EXPENSES ( આડકતરા ખર્ચ )

માલની ખરીદી કે ઉત્પાદન સિવાયના એટલે કે DIRECT EXPENSES સિવાયના તમામ ખર્ચાઓમાં આ ગ્રૂપ આપવામાં આવે છે.

(6)       INDIRECT INCOME ( આવક )

ધંધાકીય તમામ આવકોમાં આ ગ્રૂપ આપવામાં આવે છે.

(7)       BANK ACCOUNT ( બેન્ક ખાતું )

જ્યારે બેન્કમાં સાદું બચત ખાતું ખોલાવવામાં આવે ત્યારે આ ગ્રૂપ આપવામાં આવે છે.

(8)       BANK O/D ACCOUNT ( OVER DRAFT )

જ્યારે બેન્કમાંથી ડ્રાફ્ટ કઢાવ્યો હોય ત્યારે આ ગ્રૂપ આપવામાં આવે છે.

(9)       FIXED ASSETS ( સ્થિર મિલકત )

ધંધાકીય તમામ મિલકતોમાં આ ગ્રૂપ આપવામાં આવે છે.

દા.ત.: મોબાઈલ, કોમ્પ્યુટર, બાઇક, ગાડી, જમીન, મકાન વગેરે...

(10)     DEPOSITS ( ડિપોઝિટ )

જ્યારે કોઈને ડિપોઝિટ પેટે રૂપિયા આપ્યા હોય ત્યારે આ ગ્રૂપ લેવામાં આવે છે.

(11)     INVESTMENT ( રોકાણ )

શેર બજારમાં રૂપિયાનું રોકાણ કર્યું હોય ત્યારે આ ગ્રૂપ લેવામાં આવે છે.

(12)     SECURED LOANS ( સુરક્ષિત લોન )

બેન્ક માંથી લોન લીધી હોય ત્યારે આ ગ્રૂપ લેવામાં આવે છે.

(13)     MISC. EXPENSES ( પરચુરણ ખર્ચ )

જ્યારે કોઈને ખર્ચ પેટે રૂપિયા આપ્યા હોય ત્યારે આ ગ્રૂપ આપવામાં આવે છે.

(14)     SUNDRY CREDITORS ( લેણદાર )

જ્યારે વેપારી પાસેથી માલની ઉધાર ખરીદી કરી હોય ત્યારે વેપારીના ખાતામાં આ ગ્રૂપ આપવામાં આવે છે.

(15)     SUNDRY DEBTORS ( દેવાદાર )

જ્યારે ગ્રાહકને માલનું ઉધાર વેચાણ કરવામાં આવે ત્યારે ગ્રાહકના ખાતામાં આ ગ્રૂપ આપવામાં આવે છે.

(16)     SALES ACCOUNT ( વેચાણ ખાતું )

વેચાણની એન્ટ્રી કરતી વખતે બિલ બનાવીએ ત્યારે sales a/c નામનું ખાતું બનાવીને sales account ગ્રૂપ આપવું.

(17)     PURCHASE ACCOUNT ( ખરીદ ખાતું )

માલની ખરીદી કરીએ ત્યારે ખરીદ ખાતું(purchase a/c) બનાવીને purchase account ગ્રૂપ આપવું.

(18)     DUTIES & TAXES ( ફરજો અને વેરા )

આપણી રોકડ ઉપરની ફરજો અને વેરા માટે આ ગ્રૂપનો ઉપયોગ કરવામાં આવે છે.

દા.ત.: GST, TDS, etc…

 

 

Comments

Popular posts from this blog

HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION

second wave of covid-19 (કોરોના વાઇરસની બીજી લહેર.)