How To Learn Tally In Gujarati? - VOUCHERS ( વાઉચર )

 વાઉચર એટલેકે જેમ આપણે સ્કૂલમાં બધાજ વિષયોની અલગ અલગ નોટબુક બનાવતા હતા તેમ ટેલીમાં પણ બધા વ્યવહારોને તેના યોગ્ય વાઉચરમાં નોધવામાં આવે છે.

(1)  F4 Contra (બેન્કના વ્યવહારોની નોંધ)

   F4 Contra વાઉચરમાં બેન્કના વ્યવહારોની નોધ કરવામાં આવે છે.

·         બેન્કમાં રૂપિયા ભર્યા હોય.

·         બેન્કમાંથી રૂપિયા ઉપાડ્યા હોય.

·         એક બેન્કમાંથી બીજી બેન્કમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હોય.

(2)  F5 Payment (ચુકવણી)

  F5 Payment વાઉચરમાં જ્યારે કોઈ પ્રકારની રૂપિયાની ચુકવણી થયી હોય ત્યારે નોધ કરવામાં આવે છે.

·         મિલકતની ખરીદી કરી હોય.

·         ખર્ચની ચુકવણી કરી હોય.

·         લેણદારોને ચૂકવવામાં આવે ત્યારે.

·         લોન આપવામાં આવે ત્યારે.

·         રોકડ ઉપાડ.

·         લીધેલ લોન પરત કરવામાં આવે ત્યારે.

(3)  F6 Receipt (આવક)

  F6 Receipt વાઉચરમાં જ્યારે કોઈ પ્રકારની રૂપિયાની આવક થયી હોય ત્યારે નોધ કરવામાં આવે છે.

·         મિલકતનું વેચાણ કરવામાં આવે ત્યારે.

·         આવક થાય ત્યારે.

·         દેવાદારો પાસેથી રકમ મળે ત્યારે.

·         લોન લેવામાં આવે ત્યારે.

·         આપેલ લોન પરત મળે ત્યારે.

·         મૂડી પેટે રોકડ મેળવવામાં આવે ત્યારે.

(4)  F7 Journal (હવાલા)

   F7 Journal વાઉચરમાં જ્યારે કોઈ વ્યવહારનો હવાલો પાડવાનો હોય ત્યારે નોધ કરવામાં આવે છે.

·         ખર્ચ ચૂકવવાનો થયો હોય ત્યારે.

·         આવક મેળવવાની થયી હોય ત્યારે.

·         મિલકત કે શેરની ઉધાર કે લોનથી ખરીદવામાં કે વેચવામાં આવે ત્યારે.

·         ધંધામાં વેચાણ સિવાય અન્ય રીતે ગયેલ માલની નોધ. દા.ત.: જાહેરતમાં આપેલ માલ

·         ચોખ્ખા નફા/ ખોટને મૂડી ખાતામાં લઇ જવાની નોધ.

·         મિલકત પર ઘસારાની નોધ.

·         દેવાદાર પર ઘાલઘાધની નોધ.

(5)  F8 Sales (વેચાણ)

   F8 Sales વાઉચરમાં જ્યારે માલનું વેચાણ કર્યું હોય ત્યારે આ વાઉચરમાં નોધ થાય છે.

·         માલનું વેચાણ કરવામાં આવે ત્યારે.(ઉધાર/રોકડેથી/ચેકથી)

(6)  F9 Purchase (ખરીદી)

   F9 Purchase વાઉચરમાં જ્યારે માલની ખરીદી કરી હોય ત્યારે આ વાઉચરમાં નોધ થાય છે.

·         માલની ખરીદી કરવામાં આવે ત્યારે. (ઉધાર/રોકડેથી/ચેકથી)

(7)  Ctrl + F8 Credit Note (વેચાણ પરત)

   Ctrl+F8 Credit Note વાઉચરમાં જ્યારે વેચેલો માલ પરત આવે ત્યારે તેની નોધ આ વાઉચરમાં થાય છે.

·         વેચેલો માલ પરત આવે ત્યારે.

(8)  Ctrl + F9 Debit Note (ખરીદ પરત)

  Ctrl+F9 Debit Note વાઉચરમાં જ્યારે ખરીદેલો માલ પરત આવે ત્યારે તેની નોધ આ વાઉચરમાં થાય છે.

·         ખરીદેલો માલ પરત કરવામાં આવે ત્યારે.

Comments

Popular posts from this blog

How To Learn Tally In Gujarati? - Groups(ગ્રુપ)

HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION

second wave of covid-19 (કોરોના વાઇરસની બીજી લહેર.)