second wave of covid-19 (કોરોના વાઇરસની બીજી લહેર.)

 

કોરોનાની બીજી લહેર



ગુજરાતમાં અને પુરા ભારત ભરમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેરે જોર પકડ્યું છે. હાલના આ સમયમાં ગયા વર્ષ કરતા પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. જેને કારણે એક મોટી વિકટ પરિસ્થિતિ જન્મ લઇ રહી છે. જો આપણે હજુ પણ સમજીશું નહીં અને બેદરકારી રાખીશું તો આ કેસોનો આંકડો હજુ વધી શકે છે. જેમ કે આપણે ફોનમાં રિંગટોન સાંભળીએ છીએ કે " કોરોનાથી ડરવાનું નથી પરંતુ તેના થી રક્ષણ મેળવવાનું છે." વધતા કેસોને ધ્યાનમાં રાખીને કોરોનાની આ બીજી લહેરમાં દરેક રાજ્ય સરકાર તથા શહેરોની પાલિકાઓ અને મહાનગર પાલિકાઓ ઘ્વારા સ્વચ્છીક લોકડોઉનની જાહેરાતો કરવામાં આવી રહી છે.

 


કોરોના વાઇરસના સામાન્ય લક્ષણો જેવાકે તાવ, સૂકી ઉધરસ અને થાક લાગવો એવા સામે આવતા હોય છે પરંતુ, હવે બીજી લહેરમાં તેના લક્ષણો પણ નવા નવા જણાઈ રહ્યા છે. જેમ કે, દુખાવો-પીડા થવી, ગળુ સુકાઈ જવું, ઝાડા થવા, માથામાં દુખાવો થવો, સ્વાદ તથા ગંધ ન આવવી, આંગળીઓ તથા અંગૂઠામાં વિકૃતી અનુભવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે...

વેક્સીન

ભારતમાં હવે કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વેક્સીન આપવાની શરૂઆત થયી ગયી છે. અત્યારે સૌ પ્રથમ 45 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓને વેક્સીનના ડોઝ આપવામાં આવી રહ્યા છે. પરંતુ હવે 1 મે થઈ સમગ્ર ભારતમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામને કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેક્સીન આપવામાં આવશે.

 


ભારત પાસે અત્યારે બે પ્રકારની વેક્સીન પૂરતા પ્રમાણમાં મળી રહી છે.

1. કો-વેક્સીન

2. કોવિ-શિલ્ડ

 


વેક્સીન લેવા બાબતે લોકોમાં ઘણા બધા પોઝિટિવ તથા નેગેટિવ વિચારો જોવા મળી રહ્યા છે. વેક્સીન લીધા પછી તાવ આવવો તે એક સામાન્ય બાબત છે. તેનાથી ડરવું નહીં અને દરેક લોકોએ વેક્સીન એવી જોઈએ. જો વેક્સીન લેવામાં કોઈ સંકોચ હોય તો તમારા ડોક્ટરની સલાહ લો. અને પછી તેની રસી અવશ્ય લેવી.


સારવાર



જો આપણી આસપાસ કોઈ વ્યક્તિ કોરોના પોઝીટીવ જણાય તો ઘરની બહાર જતી વખતે અવશ્ય માસ્ક પહેરો.

ઘરમાં કોઈ સભ્યને પોઝીટીવ આવે તો ગભરાવું નહીં. અને તેની પ્રાથમિક સારવાર શરૂ કરાવી જોઈએ. જો સામાન્ય લક્ષણ હોય અને શ્વાસ લેવામાં તકલીફ પડતી ના હોય તો ઘરમાં જ એક રૂમમાં 14 દિવસ સુધી એકલા રહેવું.

શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવી   વ્યક્તિએ તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં જઈને સારવાર લેવી જોઈએ. અને તેની ગાઈડ લાઈન પ્રમાણે હોસ્પિટલને સહકાર આપવો.

પોઝિટિવ વ્યક્તિની સારવાર દરમિયાન બને ત્યાં સુધી તેનાથી એક મીટરનું અંતર રાખીને તેની સાથે વાત કરવી તથા તેની સંભાળ લેવી. અને માસ્ક અવશ્ય પહેરી રાખવું.



કોરોનાથી રક્ષણ મેળવવા માટેના ઘરેલુ ઉપાય.


1. આખો દિવસ તાજું નવશેકું પાણી પીવું.

2. તાજા નવશેકા પાણીમાં લીંબુ ને આદુનો રસ નાખીને પીવું.

3. ઘરમાં દરેક વ્યક્તિએ આયુર્વેદિક ઉકાળો અવશ્ય પીવો.

4. તુલસી, ગળો, હળદર, સૂંઠ નો પાવડર રાત્રે પાણીમાં પલાળી ને જમ્યા ના એક કલાક પહેલાં પીવો અને સવારે ઉઠીને પીવો.

5. યોગ તથા સામાન્ય કસરત કરવી.

6. અજમાં તથા તુલસીનો નાસ દિવસમાં બે વાર લેવો.

7. ઠંડુ પાણી અને ઠંડી વસ્તુ ખાવાનું ટાળો.

8. મગનો ઉપયોગ વધુ કરવો, તેનું પાણી પીવું, મગભાત ખાઓ અને ખીચડી ખાવી.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો.



1. હંમેશા માસ્ક પહેરીને જ બહાર નીકળવું.

2. વારંવાર હાથને સેનેટાઈઝ કરવા જો બહાર જવું જરૂરી હોય તો.

3. ઘરમાં ને ઘરમાં જ રહેવાનું હોય તો પણ ખાવા-પીવાની વસ્તુને અડતા પહેલા હાથને ધોવા.

4. 20-30 મિનિટ રોજ યોગ અથવા કસરત કરો.

5. ઘરમાં દરેક સભ્યથી એક મીટરના અંતરે થી જ વાત કરવી.

6. પૂરતા પ્રમાણમાં આહાર લેવો ભૂખ્યા રહેવું નહીં.

7. તાજું અને ગરમ ખાઓ, વાસી ખોરાક ખાવો નહીં.

8. વધુમાં વધુ પાણી પીવો.

9. જીવન જરૂરિયાત ની વસ્તુ લેવા માટે જ બહાર નીકળો તે સિવાય બહાર જવાનું ટાળો.

10. ઘરમાં ઉંમર લાયક વ્યક્તિ હોય તો તેમની કાળજી રાખો.

11. 45 વર્ષથી વધુ ઉંમર હોય તો વેક્સીન અવશ્ય લો.

12. નાના બાળકોને બહાર વધુ નીકળવા દેવા નહીં.


મનોવિજ્ઞાન



મનોવિજ્ઞાન પ્રમાણે કોઈપણ વ્યક્તિ જે વિચારે તે તેવું જ કરી શકે છે અથવા તો તેવો જ બની જાય છે. તો તે પ્રમાણે હાલના આ સમયમાં આપણે સૌ હકારાત્મક વિચાર રાખીશું. કોરોના જેવી બીમારી આપણને ના થાય તેની માટે એમ જ વિચારીશું કે, "હું સ્વસ્થ છું મને કાઈ પણ થશે નહીં અને હું માસ્ક અવશ્ય પહેરીશ તથા મારા પરિવાર ની કાળજી રાખીશ." આ પ્રમાણેનો હકારાત્મક વિચાર પોતાની જાતને દરરોજ આપણે કરીશું તો આપણે અને આપણો પરિવાર આ બીમારીથી જરૂર રક્ષણ મેળવી શકીશું.




Comments

Popular posts from this blog

How To Learn Tally In Gujarati? - Groups(ગ્રુપ)

HOW TO LEARN TALLY IN GUJARATI? - COMPANY CREATION